મીઠાપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

(કુંજન રાડિયા)
ખંભાળિયા : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા લખુભા રવુભા સુમણીયા નામના 38 વર્ષના યુવાનને પોલીસે ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના પેશન પ્રો મોટરસાયકલ નંબર જી.જે. 10 પી. 6971 પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.