ભાણવડના મોડપર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભામાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર મહિનાની તા. 9મી અને 24 મી ના રોજ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ભાણવડ તાલુકાના મોડપર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જામ-ખંભાળિયાની ક્રિશા હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. ભરત ગઢવી દ્વારા તમામ સગર્ભા બહેનોના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને લેબોરેટરીની તપાસ કરી એમને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત કેમ્પ દરમ્યાન ઉપસ્થિત સગર્ભામાતાઓને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી અને પ્રસુતિ પછી બીજું બાળક ન થાય એ માટે ઉપલબ્ધ ફેમીલી પ્લાનિંગની સેવાઓ વિશે માહિતગાર આપવામાં આવી હતી.

આ કેમ્પમાં સગર્ભા માતાઓને લાવવા તેમજ તેમના ઘરે પરત મુકવા માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખીલાટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પ તબીબી અધિકારી ડો. આશા કારાવદરા અને તેમની ટિમ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરી કુલ 33 બહેનોને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો.