દ્વારકા જિલ્લામાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં કોરોના સંક્રમણમાં ઉતાર ચડાવ વચ્ચે આજે જિલ્લામાં ટેસ્ટિંગ દરમિયાન નવા 14 પોઝિટિવ દર્દી નોંધાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ કલ્યાણપુરમાં 8, દ્વારકામાં 1, ભાણવડમાં 1, અને ખંભાળિયામાં 4 મળી કુલ 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 921 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.