દ્વારકાના વરવાળા, મેઘપર અને દ્વારકામાં વીજકાપ

દ્વારકા : આગામી ૩ દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સમારકામની કામગીરીને કારણે વરવાળા, મેઘપર અને દ્વારકામાં વીજ કાપ મુકવામાં આવ્યો છે.

આગામી તારીખના ૧૧-૦૨-૨૦૨૨ ના શુક્રવારે ૬૬ કેવી વરવાળા સબ સ્ટેશનમા ૮થી ૬ વાગ્યા સુધી વીજ કાપ રહેશે જ્યારે તારીખ ૧૩-૦૨-૨૦૨૨ ના રવિવારે ૬૬ કેવી મેઘપર સબ સ્ટેશનમા ૯ થી ૨ વાગ્યા સુધી અને તારીખ ૧૪-૦૨-૨૦૨૨ ના સોમવારે ૬૬ કેવી દ્વારકા સબ સ્ટેશનમા ૮ થી ૩ વાગ્યા સુધી વીજ કાપ મૂકવામાં આવ્યો છે. તેમ જામખંભાળિયા ગેટકોના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.