લગ્નના વરઘોડામાં ડીજેની ગાડીને અકસ્માત નડતા બે ઘાયલ

ઓખા દ્વારકા રોડ ઉપર શિવરાજપુર નજીકની ઘટના

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : લગ્નની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે આજે ઓખા દ્વારકા રોડ ઉપર લગ્નના વરઘોડા સાથે સાથે ચાલતી ડીજેની ગાડીને અકસ્માત નડતા બે વ્યક્તિ ઘાયલ થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકા – ઓખા રોડ ઉઓર શિવરાજપુર નજીક હાઇવે ઉપર વરઘોડાની સાથે સાથે ચાલતી ડીજે ની ગાડીને અકસ્માત નડતા સંગીતના તાલે ઝૂમતા બે લોકો ડીજે ના સ્પીકર સાથે નીચે પટકાતા બન્નેને ઇજાઓ પહોંચતા દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.