ખંભાળિયા નજીક વિદેશી દારૂ સાથે બે શખસો ઝડપાયા: એકની શોધખોળ

(કુંજન રાડિયા)
ખંભાળિયા : ખંભાળિયા નજીક સલાયા ચોકડી પાસે સરકારી હોસ્પિટલ નજીકથી રાત્રિના બારેક વાગ્યાના સમયે જી.જે. 37 સી. 4595 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા રાજન ઉર્ફે રાજીયો પરસોતમ હડીયલ (ઉ.વ. 25) તથા મહેશ ઉર્ફે મૈલોલો માલદે અસવાર (ઉ.વ. 19) નામના બે શખ્સોને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેઓ દ્વારા છુપાવીને લઈ જવામાં આવતી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી.

આથી પોલીસે રૂપિયા 1,600 ની કિંમતનો વિદેશી દારૂ, રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ તથા રૂપિયા 15,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 47,100 નો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.

આ પ્રકરણમાં નરેન્દ્ર ચોપડા નામના એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.