ખંભાળિયા હાઇવે નજીક આગનો બનાવ

વિજય કોલ સ્ટોરેજના પટાંગણમાં આગ લાગતા ફાયર ટિમો દોડી

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ખંભાળિયા હાઇવે નજીક આવેલ વિજય કોલ સ્ટોરેજના પટાંગણમાં આગ લાગતા ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખંભાળિયા હાઇવે નજીક આવેલ વિજય કોલ સ્ટોરેજના પટાંગણમાં આગ લાગતા ઝાડી ઝાંખરા અને સુકા બાવળના ઝાડને કારણે આગ વધુ પ્રસરી હતી. જો કે, ઘટનાની જાણ ફાયરટીમને કરાતા બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.