હાંફ્યો કોરોના: દ્વારકા જિલ્લામાં કોરોનાના ફક્ત બે નવા કેસ: 20 દર્દીઓ સ્વસ્થ થયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાના નવા ફક્ત બે કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયા તથા દ્વારકાના એક એક દર્દીઓ સંક્રમિત જાહેર થયા છે. આ વચ્ચે આજે ભાણવડના 11, કલ્યાણપુરના 4, ખંભાળિયાના 3 અને દ્વારકાના બે દર્દીઓ મળી, 20 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1014 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.