ખંભાળિયા સહિત જિલ્લા ભાજપ યુવા મોરચાના હોદેદારો ચુંટણી પ્રચાર અર્થે પંજાબ રવાના

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : પંજાબ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ યુવા ભાજપની સૂચના મુજબ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાને પંજાબની જાલનધર સીટની જવાબદારી સોપાઈ છે. ત્યારે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેરની આગેવાની હેઠળ મહામંત્રી આનંદભાઈ હરખાણી, અલ્પેશભાઈ પાથર અને રાજુભાઈ ગોર પંજાબ જવા માટે પ્રસ્થાન કરતા આ માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જામ ખંભાળિયા નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર અને નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવી, વિદાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકાના જીજ્ઞેશભાઈ પરમાર, યોગેશભાઈ મોટાણી, રવિરાજસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ પ્રમુખ મોહિતભાઈ પંડ્યા, મુકેશભાઈ કાનાણી, ભવ્યભાઈ ગોકાણી, નિકુંજભાઈ વ્યાસ, જયેશભાઈ કણજારીયા, અશોકભાઈ કાનાણી, હાર્દિકભાઈ દતાણી, ભગીરથસિંહ જાડેજા, અજુભાઈ ગાગિયા, લખુભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા, મેહુલભાઈ સોઢા, નટુભા જાડેજા, ઘનશ્યામસિંહ ગોહિલ, લાલુભા સોલંકી, જયપાલસિંહ ઝાલા, રમેશભાઈ વાઘેલા, હર્ષ ચોપડા, કિશન ગોહેલ, તુષાર નડિયાપરા, શક્તિ ગઢવી, ભાવેશ છનુરા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી, માઈક્રો ડોનેશન આપીને યુવા ભાજપના આ હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી, વિદાય આપી હતી.