દેવભૂમિ દ્વારકામાં જીઓલોજી સર્વે માટે હેલીકૉપટરની ઉડાનથી લોકોમાં કુતુહલ

લોખંડના એંગલ સહિતની સામગ્રી સાથે નીચી ઉડાન ભરી સર્વે

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા આસપાસના વિસ્તારમાં આજે લોખંડના એંગલ સહિતની સામગ્રી બાંધેલા હેલીકૉપટરે નીચી ઉડાન ભરતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું અને હેલીકૉપટરનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.

દેવભૂમી દ્વારકામાં એક હેલિકોપ્ટર ઉડતું જોવા મળ્યું હતું.આ હેલિકોપ્ટર માં ખાસ વાત એ હતી કે તેની નીચે લોખંડના એંગલમાં યંત્ર બાંધી ઉડયું હતું, હેલિકોપ્ટરે ખૂબ નીચી ઉડાન ભરી હતી જેથી સ્થાનિક રહેવાસીઓમાં કુતુહલ જોવા મળ્યું હતું. જો કે આ હેલીકૉપટર કેન્દ્ર સરકારના જિયોલોજિકલ સર્વે વિભાગની ભૂગર્ભ જળ અને જમીનના સર્વે માટે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.