દ્વારકા મંદિરના પુર્વ દરવાજા પાસે ભુલાયેલું બાઈક પોલીસે શોધી કાઢ્યું

દ્વારકા પોલીસ સ્ટેશન અને નેત્રમ ટીમે બાઈક શોધી મૂળ માલિકને પરત આપ્યું

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દ્વારકા મંદિર પુર્વ દરવાજા પાસે પાર્કિગમાં રાખેલું બાઈક મળતું ન હોવાની જાણ થતાં નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ અધિક્ષકની કચેરી, લાલપુર-ધરમપુર રોડ, જામખંભાળીયા. જી.દેવભૂમિ દ્વારકા દ્વારા આ બાઇકને શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું.

દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોષી તથા નોડલ અધિકારી VISWAS Project અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીની સુચના મુજબ VISWAS Project અંતર્ગત સ્થાપીત CCTV કેમેરાઓનો વધુમા વધુ ઉપયોગ કરવા તથા સર્વેલન્સ કરવા સુચના હોય જે અનુસંધાને તા.૪ના રોજ અરજદાર વિધાભા ગગુભા માણેક રહે. ક્રિષ્ના નગર, સુરજકરાડી વાળા પોતાનુ બાઈક દ્વારકા મંદિર પુર્વ દરવાજા પાસે આવેલ પાર્કીંગમા રાખી મંદિરમા ગયેલ હોય ત્યારબાદ પરત આવતા પોતાનુ બાઈક પાર્કીંગમા મળી આવેલ ન હોય જેથી અરજદાર એ દ્વારકા પો.સ્ટે. જાણ કરી હતી. તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલનો સંપર્ક કરતા VISWAS Project અંતર્ગત દ્વારકા ખાતે સ્થાપીત તમામ CCTV કેમેરાઓના ફુટેઝ ચેક કરતા બાઈક કેમેરામા ડીટેક્ટ થયેલ હોય જે તમામ ફોટા તેમજ ફુટેઝ દ્વારકા પો.સ્ટે. આપવામા આવેલ જેના આધારે દ્વારકા પો.સ્ટે. દ્વારા તપાસ કરતા બાઈકને શોધી કાઢવામા આવેલ હતું. આ બાઈક તે વ્યક્તી ભુલથી લઇ ગયેલનુ જણાઇ આવેલ હોય તેમને પરત સોંપી દેવાયું હતું.