ખંભાળિયા સલાયા રોડ ઉપર તોતિંગ ટ્રકની ટ્રોલી ફસાઈ

ટ્રક ડ્રાઇવર વળાંક વાળવા જતા ટ્રકની ટોલી રોડ વચ્ચે ફસાઈ જતા રસ્તો બ્લોક : જેસીબીની મદદથી ટ્રક સાઈડમાં લેવાયો

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ખંભાળિયા – સલાયા રોડ ઉપર ગઈકાલે મોડીરાત્રીના સમયે તોતિંગ ટ્રક વળાંક વળવા જતા ટ્રકની ટ્રોલી હાઇવે ઉપર ફસાઈ જતા રસ્તો બ્લોક થઇ ગયો હતો. જો કે મોડીરાત્રીનો સમય હોય ટ્રાફિકને અસર થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે ખંભાળિયા – સલાયા હાઇવે ઉપર હેવી ટ્રક તોતિંગ ટ્રોલી સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલક વળાંક લેવા જતા ટ્રોલી સાથે વળી નહીં શકતા રોડ પર ટ્રક અને ટ્રોલી ફસાઈ જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.

મુખ્ય રસ્તો બંધ થતા જેસીબીની મદદ લેવામાં આવી હતી અને ટ્રોલીને જેસીબી દ્વારા રોડ ઉપર લાવવામાં આવી હતી. જો કે સલાયા હાઈવે પર મોડી રાત્રે વાહનોની અવરજવર ન હોવાથી ટ્રાફિકને અસર થઈ ન હતી.