ખંભાળિયાના યુવા વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અજય અભયભાઈ દવે નામના કાન્ય કુબ્જ બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનએ તાજેતરમાં રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટીની લેવામાં આવેલી બી.એસ.સી. મેથેમેટિક્સની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ, ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. તેમની આ સિદ્ધિથી કાન્ય કુબ્જ બ્રાહ્મણ સાથે સમગ્ર ખંભાળિયા પંથકનું નામ રોશન થયું છે.