સૌરાષ્ટ્ર મેલ અને ઓખા-સોમનાથ એક્સ્પ્રેસ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન ની બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવાયા મુજબ ટ્રેન નંબર 22946/22945 ઓખા-મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલમાં ઓખાથી 4 માર્ચથી 3 એપ્રિલ સુધી અને મુંબઈ સેન્ટ્રલથી તા. 1 થી 31 માર્ચ સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં ઓખાથી તા. 2 માર્ચથી તા. 1 એપ્રિલ સુધી અને સોમનાથથી તા. 3 માર્ચથી બીજી એપ્રિલ સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે તેમ રેલવે તંત્રની યાદીમાં જણાવાયું છે.