સલાયામાં કચરો નાખવા બાબતે યુવતીને માર મારતા દંપતી સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી બિલ્કિસબેન ઇન્દ્રિસભાઈ સેતા નામની 23 વર્ષની અપરિણીત યુવતી ગત તારીખ 8 મી ના રોજ તેમના ઘરની બહાર કચરો નાખવા ગઈ હતી, ત્યાં તેમના પાડોશી રંજનબેન મહેન્દ્રભાઈએ કચરો નાખવાની ના કહી, રંજનબેન તથા તેમના પતિ મહેન્દ્રભાઈએ ઉશ્કેરાઇને બિલ્કિસબેનને ઢીકાપાટુનો માર મારી, ઝપાઝપી કરતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે બિલ્કિસબેનની ફરિયાદ પરથી દંપતી સામે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.