દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ શનિવારે ખંભાળિયા સિવાય અન્ય ત્રણ તાલુકાઓ દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડમાં કોરોનાનો એક-એક નવો દર્દી નોંધાયો છે. કોરોના પોઝિટિવ ત્રણ કેસ વચ્ચે 12 દર્દીઓ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા 871 કોરોના ટેસ્ટ કરાયા હતા.