દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ઉછાળો : 13 પોઝિટિવ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ કોરોનાના નવા કેસો વધીને 13 નોંધાયા છે. જેમાં દ્વારકા તાલુકાના સાત, ભાણવડ તાલુકાના ચાર તથા ખંભાળિયા તાલુકાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે ભાણવડના છ અને ખંભાળિયાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા એક દિવસમાં જિલ્લાના ચાર તાલુકાઓમાં મળી કુલ 762 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.