ખંભાળિયામાં સફાઈ કામદાર મહિલાઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન

રોજમદાર તરીકે 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી ન કરાતા ઉગ્ર આંદોલન

દ્વારકા : ખંભાળિયા નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા મહિલા કર્મચારીઓને ફિક્સ પગારમાં અથવા કાયમી કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી મહેશ્વરી મેઘવાર સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.

જામખંભાળિયા નગરપાલિકામાં છેલ્લા દસકાથી કામ કરતા રોજમદાર મહીલા સફાઈ કર્મચારીઓ દ્વારા સતત રજુઆત કરવા છતાં ફિક્સ પગારદાર તરીકે કે કાયમી કરવામાં ન આવતા માહેશ્વરી મેઘવાર મહિલાઓ દ્વારા તા.11 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.અને દિવસે -દિવસે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે.