ખંભાળિયા : જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથીએ લોહાણા સમુહજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન

મહાપ્રસાદનો લાભ લેવા અને પાર્સલ સુવિધા માટે નોંધણી કરાવવી ફરજીયાત રહેશે

જામ ખંભાળિયા : લોહાણા મિત્ર મંડળ ટીમ દ્વારા જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથી નિમિતે સમુહજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.મહાપ્રસાદનો લાભ લેવા અને મહાપ્રસાદની પાર્સલ સુવિધાનો લાભ લેવા નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.પાર્સલ સુવિધા માટે પાસની સુવિધા રાખવામાં આવી છે.

લોહાણા મિત્ર મંડળ ટીમ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથી નિમીતે ઉજવણી કરવામાં આવશે.ઉજવણીના ભાગરૂપે મહાપ્રસાદ(સાથે સમુહજ્ઞાતિ પાર્સલ સુવિધા)નું આયોજન કરવામાં આવેલ છે.સર્વે રઘુવંશી પરિવારોએ આ મહાપ્રસાદનો લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.હાલની covid-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી વ્યવસ્થાનાં ભાગરૂપે દરેક રઘુવંશી પરિવારોએ મહાપ્રસાદનો લાભ લેવા તા.19 થી 21 સાંજે 5થી8 વાગ્યા સુધી શેઠશ્રી વી.ડી.બરછા,નવી લોહાણા મહાજન વાડી,બેઠક રોડ,જામ-ખંભાલીયા ખાતે નોંધણી કરાવવી ફરજીયાત છે.

ગત વર્ષની માફક સમૂહ જ્ઞાતિ મહાપ્રસાદ પાર્સલ સુવિધામાં થયેલી કૃતિઓ ધ્યાને લઇ વ્યવસ્થાના ભાગ રૂપે રજીસ્ટ્રેશન/નોંધણી કરાવવાની રહેશે.નોંધણીની સાથે જ સમૂહજ્ઞાતિ મહાપ્રસાદ માટે કુટુંબની સભ્ય સંખ્યા સાથેનો પાસ દર્શાવેલ સ્થળે મેળવી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવેલ છે.આ નોંધણી પ્રક્રિયાનો એક માત્ર ઉદેશ સર્વે જ્ઞાતિજનોને કોઈ અસુવિધાઓ ન થાય અને મહાપ્રસાદનો લાભ સરળતાથી સર્વે રઘુવંશી પરિવારો પાર્સલ સુવિધા દ્વારા તા.26ને શનિવારના રોજ સાંજે 6થી 9 વાગ્યા સુધી શેઠશ્રી વી.ડી.બરછા,નવી લોહાણા મહાજન વાડી,બેઠક રોડ,જામ-ખંભાલીયા ખાતે મહાપ્રસાદ માટે પાસ મેળવી શકાશે.