જામરાવલ ખાતે કોળી સમાજનો 22મો સમુહલગ્નોત્સવ યોજાયો

પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા : 47 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ખાતે આજે કોળી સમાજનો 22મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં 47 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ખાતે આજે કોળી સમાજ દ્વારા 22મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો.કોવિડ ગાઈડલાઈનના પાલન માટે સમૂહલગ્ન સમિતિ દ્વારા બપોર પહેલા અડધા સમૂહ લગ્ન કરાવ્યા હતા અને બપોર બાદ બાકી રહેતા નવ દંપતિઓની લગ્ન વિધિ કરાવી મહેમાનોની સંખ્યા નિયંત્રિત કરવામાં આવી હતી.

આ સમૂહ લગ્નના મુખ્યદાતા દ્વારકા – કલ્યાણપુરના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સમગ્ર આયઓજનમાં હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રાણાભાઈ દ્વારા કરાયું હતુ ઉપરાંત ઢોલ શરણાઈના સુરે પબુભા માણેકનું સ્વાગત કરાયું હતું.

આ શુભ અવસરે પૂર્વ ધારાસભ્ય અને મુખ્યદાતા પબુભા માણેક, તેમના પુત્ર સહદેવસિંહ માણેક અને ધરણાત ચાવડાએ ખાસ હાજરી આપી હતી.