ખંભાળિયામાં પ્રથમ મહિલા બાળ રોગ નિષ્ણાત તરીકે ડો. એસ.જે. મુન્દ્રા સેવારત થયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળરોગ નિષ્ણાત તરીકે અવિરત રીતે સેવા આપી રહેલા ડો. જે.એચ. મુંદ્રાના પત્ની ડો. મિસિસ એસ.જે. મુંદ્રા બાળરોગ નિષ્ણાંતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ખંભાળિયા શહેરમાં પ્રથમ એવા બાળરોગ નિષ્ણાત મહિલા તબીબ તરીકે ડોક્ટર એસ.જે. મુંદ્રાની આ સિદ્ધિ બદલ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આગામી સમયમાં અહીંની મુંદ્રા હોસ્પિટલ ખાતે ડો. જે.એચ. મુંદ્રા સાથે મહિલા નિષ્ણાંત ડોક્ટર એસ.જે. મુંદ્રાની સેવા પણ બાળકોને મળી રહેશે.