દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ગંગા સ્‍વરૂપા બહેનોને રૂ. 2.71 કરોડની પેન્‍શન સહાય ચુકવાઇ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ગંગા સ્‍પરૂપા બહેનો આર્થિક રીતે પોતાના પગભર થઇ શકે તેમજ સ્‍વમાનભર જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા ગંગા સ્‍પરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત દર માસે ગંગા સ્‍પરૂપા બહેનોને પેન્‍શન સહાય પેટે રૂા. 1,250 તેમના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફત સીધા જમા કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કુલ 10,349 ગંગા સ્‍પરૂપા બહેનોને ફેબ્રુઆરી માસમાં રૂા. 2,71,53,750 ની આર્થિક સહાય ચુકવવામાં આવી છે.