ઓખામાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા)
ખંભાળિયા : ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં આવેલી એક જ્ઞાતિની વાડી પાસે મોડી રાત્રીના સમયે ગંજીપત્તા વડે જુગાર રમાતો હોવાની બાતમી ઓખા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા જયેશભાઈ ખીમાભાઈને મળતા આ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા ભરત દયારામ ઠાકર, સદ્દામ અલી ચાવડા, યોગેશ ભીખુભાઈ ચૌહાણ, રમેશ જીવનભાઈ ટાંક, જયેશ ત્રીકમભાઈ ધોકીયા, રિયાઝ સાલેમામદ ચૌહાણ અને ઓસમાણ ઉર્ફે સબીર અબ્બાસભાઈ સોઢા નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 18,180 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.