મીઠાપુરમાં પીકઅપ વાનની અડફેટે મહિલાના ઇજાગ્રસ્ત

(કુંજન રાડિયા)
ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા સુશીલાબેન જમનાદાસ તન્ના નામના 62 વર્ષના મહિલા નજીકના જી.આઈ.ડી.સી. બસ સ્ટેન્ડ પાસેથી ચાલીને રસ્તો પસાર કરી રહ્યા હતા, તે દરમિયાન આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટી.યુ. 0141 નંબરના છોટાહાથી વાહનના ચાલક હમીદ ઉર્ફે અમલોએ સુશીલાબેનને અડફેટે લીધા હતા. જેથી તેમને ફેક્ચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ બનાવ અંગે મહિલાના પુત્ર મનોજભાઈ જમનાદાસ તન્નાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે પીકઅપ વાનના ચાલક હમીદ ઉર્ફે અમલો સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.