ખંભાળિયા નજીક લોખંડની પ્લેટો ચોરી જતા તસ્કરો સામે ફરિયાદ

(કુંજન રાડિયા)

જામ ખંભાળિયા : ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર મોવાણ ગામના પાટિયા પાસે ખાનગી કંપની જી.આઈ.આર.એલ. દ્વારા ચાલી રહેલા હાઈ-વે નિર્માણના કામના સ્થળે મહાદેવ કોન્ટ્રાક્ટર એન્ડ સપ્લાયર નામના કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ બાંધવા શટરિંગ મટીરીયલની રાખવામાં આવેલી રૂ. 42 હજારની કિંમતની 840 કિલોગ્રામ વજન ધરાવતી 24 નંગ લોખંડની કિંમતી પ્લેટો રાત્રિના સમયે કોઇ તસ્કરો ચોરી કરીને લઇ જતાં આ અંગે સાઈટ હેલ્પર એવા મૂળ યુ.પી. રાજ્યના અલીગઢ જિલ્લાના કોલ તાલુકાના રહીશ એવા સતપાલસિંહ શ્રીમહેન્દ્રસિંહસિંહ તોમર દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.