મીઠાપુરમાં 19મીએ ઇ-શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન

રિટર્ન ફાઈલ કરતા ન હોય અને પીએફ કપાતું ન હોય તેવા લોકોને જ ઇ-શ્રમ કાર્ડનો લાભ અપાશે

દ્વારકા : દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રિટર્ન ફાઈલ કરતા ન હોય અને પીએફ કપાતું ન હોય તેવા લોકોને જ ઇ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવશે.ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી કરાવનાર કામદારોને બે લાખનું વીમા કવચ આપવામાં આવશે.ઈ-શ્રમ કઢાવા જરૂરી ડોકયુમેન્ટ સાથે લઇ જવાના રહેશે.

દ્વારકાના મીઠાપુરમાં સરકારની ગાઈડલાઈન મુજબ દ્વારકા તાલુકા ભાજપના અધ્યક્ષ સ્થાને ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પનું આયોજન આગામી તા.19ને શનિવારના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પરીવાર હોટલ ઝંડચોક ખાતે તેમજ સુરજકરાડી નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં મજૂરી કરતા લોકો,રિટર્ન ફાઈલ કરતા ન હોય એ લોકો અને પીએફ કપાતું ન હોય તેવા લોકોને જ ઇ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવશે.

ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી કરાવનાર કામદારોને હાલ બે લાખનું વીમા કવચ આપવામાં આવશે અને ભવિષ્યમાં કામદારોને લગતી યોજનાઓ ઈ-શ્રમ કાર્ડ હેઠળ જ મળવાપાત્ર બનશે.ઈ-શ્રમ કઢાવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઇ જવાના રહેશે.જેમાં રેશનકાર્ડ,આધાર કાર્ડ,બેન્ક પાસબુકની ઝેરોક્ષ સાથે લાવવી.વધુ માહિતી માટે રાજેન્દ્ર પરમાર મો.9924937148,રિતેસભાઈ ગોકાણી મો.9824813000,અશોકભાઈ શ્રીમાળી મો 9824290225,ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ તેમના પ્રતિનિધિ સુરેશભાઈ ગોહિલ મો.9228466903 પર સંપર્ક કરવો.