34 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી
(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા સામુહિક બદલીઓના સામુહિક બદલીના ઓર્ડરોમાં કુલ 34 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, એલ.આર. સહિતના પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓનાં કરવામાં આવેલા સામુહિક ઓર્ડરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કુલ 34 પોલીસ કર્મચારીઓને જુદા જુદા સ્થળ પર ફરજ સોંપવામાં આવી છે.