ઓખા નગરપાલિકાનાં નવા ચીફ ઓફિસરનું પદાધિકારીઓ દ્રારા સ્વાગત કરાયું

(રીશી રૂપારેલિયા)
ઓખા : ઓખા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરે ચાજૅ સંભાળ્યો હતો.નવા આવેલ ચીફ ઓફિસરને પદાધિકારીઓએ શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.તેમજ ઓખાનગરપાલિકામાં આવતા ચારેય ગામોનાં સવૉંગી વિકાસ કરાશે અને લોકોના પ્રશ્નો હાલ કરવા કાર્યો હાથ ધરવા નવા ઓફિસરે જણાવ્યું હતું.

ઓખા નગરપાલિકાનાં ચીફ ઓફિસર તરીકે અમિત પંડયાએ પોતાનો ચાજૅ સંભાળ્યો હતો.નવા આવેલા ચીફ ઓફિસરને નગરપાલિકાનાં પ્રમુખ ઉષાબેન ગોહિલ,પૂવૅ પ્રમુખ ચેતનભા માણેક,કા.ચેરમેન રાજુભાઈ કોટક અને ટી.પી.ચેરમેન હાડાભા માણેકે શાલ ઓઢાળીને આવકાયૉ હતા.ચીફ ઓફિસર અમિત પંડયાએ જણાવ્યું હતું કે ઓખાનગરપાલિકામાં આવતા ચારેય ગામોનાં સવૉંગી વિકાસ કાયોઁને વેગ આપવામાં આવશે.ઉપરાંત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો મહતમ લાભ મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશે.