ખંભાળિયાના પુર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ

 

જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાના અગાઉ સૌથી નાની વયે પ્રમુખ તરીકેની ફરજ બજાવી ચૂકેલા તથા છેલ્લા બે દાયકાથી વધુ સમય થયા નગરપાલિકાના સદસ્ય તરીકે કાર્યરત રહી, નોંધપાત્ર કામગીરી કરનારા જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ છે. સામાજિક તથા જ્ઞાતિ લક્ષી સેવાઓમાં સદાય અગ્રેસર તેમજ સૌને સાથે લઈને ચાલનારા અને યુવાઓના માર્ગદર્શક એવા જયેશભાઈ ગોકાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98242 13999 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.