ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મંદિર પાસે રહેતા દેવદાસ ધીરૂ લુણા નામના 25 વર્ષના શખ્સે પોતાના કબજામાં છુપાવીને રાખેલો રૂ. 4,800 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં રાકેશ સચદેવ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.