દ્વારકાની બાળાએ કોરોના લોકડાઉનનો કર્યો સદુપયોગ : આંતરકળાનો વિકાસ કર્યો

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : કોરોના લોકડાઉનનો ઉપયોગ કરી દ્વારકાની ધોરણ 3માં અભ્યાસ કરતી બાળાએ પોતાનામાં રહેલી ચિત્રકલાને વિકસાવી હતી.તેણીએ કાગળો અને કેનવાસ પર ચિત્રો દોર્યા હતા.દ્વારકાની બાળાને અનેક સંસ્થાઓ તરફથી પ્રમાણપત્રો પણ મળ્યા છે.

કોરોના covid-19નો સમય એટલે 2020થી ભારતમાં આ વાયરસને લઇ બાળકો માટે સ્કૂલો બંધ હતી.ત્યારે દ્વારકાની પ્રાપ્તિ જે હાલ ધોરણ 3માં અભ્યાસ કરે છે તેમને આ લોકડાઉનનો ખરા અર્થમાં ઉપયોગ કરી ચિત્રકલામાં હાથ અજમાવ્યો હતો અને સફળતા મેળવી હતી.આ પ્રાપ્તિને અનેક સંસ્થાઓ તરફથી પ્રમાણ પત્રો પણ એનાયત થયા છે

દ્વારકાના પ્રોફેસરની પુત્રી પ્રાપ્તિ કોરોના સમયે ઓનલાઇન શિક્ષણ પોતાના શિક્ષકો અને માતા-પિતાની મદદથી મેળવતી હતી.ત્યારે વધતા સમયમાં તેનામાં રહેલ આંતર કળાનો વિકાસ કર્યો હતો.પ્રાપ્તિ ચિત્રકલા શીખી પેન્સિલથી કાગળો અને કેનવાસ પર કલરફૂલ ચિત્રો બનવ્યા હતા.પ્રાપ્તિએ 100 જેટલા ચિત્રોનું કલેક્શન બનાવી લીધું છે.પ્રાપ્તિ મોબાઇલ,યુ ટ્યુબની મદદથી ચિત્રો જોઈને બનાવવાની કળા શીખી હતી અને માતા-પિતાએ પણ પ્રાપ્તિને પૂરતો સમય અને માર્ગદર્શન આપી પુત્રી માટે ચિત્રકલાનો માર્ગ સિદ્ધ કરી આપ્યો હતો.હાલ પ્રાપ્તિએ જે જોઈતે ચિત્રો બનાવી લેવાની કળામાં નિપુણ થઈ છે.આજે માત્ર ધોરણ 3જુ ભણતી પ્રાપ્તિ ચિત્રકલામાં પોતાનો શોખ સાથે અદ્ભુત ચિત્રો બનાવી શકે છે.