ઓખા પ્રીમિયર સિઝન ક્રિકેટ લીગ યોજાઈ

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ઓખા ખાતે લાલા લાજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓખા પ્રીમિયર સિઝન ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં 8 ટીમે ભાગ લીધો હતો.વિજેતા ટીમને ટ્રોફી તેમજ દરેક ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.તેમજ રનર્સ-અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.દરેક ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા.

ઓખા ખાતે લાલા લાજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓખા પ્રીમિયર સિઝન ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલહતું.જેમાં કુલ ૮ ટીમે ભાગ લીધેલ હતો.જેમાં ફાઇનલ મેચમાં ડીવાઈન સ્ફુબા ઇલેવન v/s કિરમાણી ઇલેવન વચ્ચે ટક્કર થયેલ હતી.જેમાં ડીવાઈન સ્ફુબા ટીમ વિજેતા થયેલ હતી.વિજેતા ટીમને ટ્રોફી તેમજ દરેક ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ અને રનર્સ-અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.તેમજ દરેક ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા.આ તકે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા,ઓખા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક,આર.કે.બંદરના વેપારી અગ્રણી મનોજભાઈ થોભાણી,ઓખા નગરપાલિકાના સદસ્ય હાડાભા માણેક તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા.આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મામદ મોદી અને રાજુ સુમણિયા તેમજ સાથી કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં ઓખા નગરપાલિકાનો સહયોગ રહેલ હતો.