દ્વારકા જિલ્લામાં આજે માત્ર એક પોઝિટિવ કેસ : 3 દર્દી સ્વસ્થ થયા

(રિશી રૂપારેલીયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની વિદાયની ઘડીઓ વચ્ચે આજે માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આજે દેવભૂમિ જિલ્લામાં દ્વારકામાં માત્ર એક જ કોરોના સંક્રમિત કેસ મળ્યો છે. આજે આરોગ્ય વિભાગે કુલ 862 કોરોના ટેસ્ટ કર્યા છે. આ વચ્ચે 3 દર્દીઓએ કોરોનાને મહાત આપી સાજા નરવા થતા ડિસ્ચાર્જ અપાયું હતું.