કલ્યાણપુરમાં પીધેલો કાર ચાલક ઝડપાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિનોદ દેવાભાઈ ચાવડા નામના 30 વર્ષના યુવાનને પોલીસે રાત્રે દોઢ વાગ્યે નંદાણા ગામેથી નંબર પ્લેટ વગરની રૂપિયા દસ લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની એક્સ.યુ.વી. મોટરકારમાં કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.