દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયા ખેડવા 20 તરવૈયાઓ રવાના

દસ રેસ્ક્યું બોટ તથા જરૂરી સાધનો સાથે સ્કુબા ડ્રાઇવરો પણ જોડાયા

(રીશી રૂપારેલિયા)
દ્વારકા : તરતા, તરતા દ્વારકાથી સોમાનથ સુધીનો દરિયો ખેડવા 20 તરણવીરોને ગઈકાલે દ્વારકાથી લીલીઝંડી આપવામાં આવી હતી. અનોખી તરણયાત્રામાં જોડાયેલા તરણવીરો સાથે દસ રેસ્ક્યું બોટ તથા જરૂરી સાધનો સાથે સ્કુબા ડ્રાઇવરો પણ જોડાયા હતા.

રાજકોટ સ્વીમીંગ એસોસિયશનના બેનર હેઠળ દ્વારકા એનડીએચ હાઇસ્કુલના દસ વિદ્યાર્થીઓ અને રાજકોટના યુવાનો અને યુવતીઓ સાથે ગઈકાલે દ્વારકાથી સોમનાથ સુધી કાઇકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દ્વારકાના દરિયા કાંઠેથી અનોખું સાહસ ખેડવામાંનો પ્રારંભ દ્વારકાના ગાયત્રી બીચ નજીકથી કરવામાં આવ્યો હતો. અનોખું સાહસ કરવાની હિંમત દાખવનાર ૨૦ યુવાન – યુવતીઓના સન્માન બાદ દરિયાઇ માર્ગે તરણ અને કાઈકિંગ કરતા રવાના થયા હતા આ તકે પાલિકાના પ્રમુખ તેમજ સ્વીમીંગ એસોસિશનના સભ્યો અને સ્કુબા ડ્રાઇવરો પણ હાજર રહ્યા હતા અને સાહસિક તરવૈયાઓને સન્માનિત કર્યા હતા.

આ સાહસિકો લગભગ 5 માર્ચ સુધીમાં સોમનાથ સુધીનો દરિયો ખેડીને તરતા – તરતા અને કાઈકિંગ કરતા – કરતા પહોંચશે.

રાજકોટની 6 યુવતીઓ તેમજ 4 યુવાનો સાથે દ્વારકા એનડીએચ હાઇસ્કુલના 10 વિદ્યાર્થીઓ દ્વારા આ સાહસ ખેડવામાં આવી રહ્યું છે. ઉલેખનીય છે કે છેલ્લા બે વર્ષથી દ્વારકા પાલિકાની આ સ્કૂલમાં ઓલમ્પિકમાં રમાતી રમતોમાની કાયકિંગ તરણનું કોચિંગ આપવામાં આવી રહ્યું છે.

આ દરિયાઇ સફર દરમિયાન 20 તરવરિયા યુવાનો અને યુવતીઓ સાથે દરિયામાં દસ રેસ્ક્યું બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે સ્કુબા ડ્રાઇવરો પણ જોડાયા છે.દરિયામાં દરિયાઇ જીવ સૃષ્ટિથી પરિચિત થવાની સાથે સાહસિક તરવૈયાઓ રસ્તામાં આવતા દરિયાકાંઠાના ગામલોકોને જાગૃતિનો સંદેશ પણ આપશે.