મીઠાપુર ખાતે સંત શિરોમણી રવીદાસજી જયંતીની ઉજવણી

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ મોરચા દ્વારા મીઠાપુર ખાતે સંત શિરોમણી રવિદાસજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતી મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને સંત રવિદાસજી જયંતીના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલના માર્ગદર્શન હેઠળ જીલ્લા અને તાલુકામાં સંત શિરોમણી રવીદાસજી જયંતીની તા.13 ફેબ્રુઆરીથી તા.20 ફેબ્રુઆરી સુધી પખવાડિયા કાર્યક્રમ ઉજવણી કરવાના અનુસંધાને ગઈકાલે મીઠાપુર ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી રવીદાસજી જયંતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઇ મકવાણા, પાર્ટીના સીનીયર આગેવાન મોહનભાઇ ગોહેલ, ઓખા નગર પાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, ઓખા નગર પાલિકા d.p ચેરમેન હાડાભા માણેક, મહીલા મોરચા મહામંત્રી ગીતાબેન માગલિયા, જીલ્લા અનુ.જાતિ મોરચા ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા, જીલ્લા મહિલા મોરચા મંત્રી રાણીબેન, ઓખા નગર પાલિકા સદસ્ય મુરાભાઇ હાથિયા, આસાભાઈ હાથિયા, અજયભાઇ શ્રીમાણી, જગદીશભાઈ ચાનપા, દ્વારકા તાલુકા અનુ. જાતિ મોરચા પ્રમૂખ ડાયાભાઇ દાયગ્રા , ઓખા અ.જા મોરચા ઉપપ્રમુખ ખીમાભાઇ ચાવડા, ખંભાલિયા શહેર અનુ.જાતિ ઉપ પ્રમુખ બાબુભાઇ ચાવડા તેમજ પાર્ટીના કાર્યકર આલીબેન ગેડીયા, કેતનભાઇ મકવાણા, હરીશભાઇ શુકલ, જેશાભાઇ મકવાણા, લાખાભાઇ પરમાર, જગદીશભાઈ ડાભી, સુરેશભાઈ ગોહેલ, લાખા ભાઇ વાઘેલા, સામતભાઈ બથવાર, જીતુભાઈ ધોરિયા, મુકેશભાઈ શ્રીમાળી, દિનેશભાઈ શ્રીમાળી વગેરે હાજર રહ્યા.