રાવલ ગામના 94 વર્ષીય વૃધ્ધાની મુલાકાત લેતા “આપ” નેતા

(રિશી રૂપારેલિયા)દ્વારકા : “આપ”ના અગ્રણી નેતાએ દ્વારકાના રાવલ ગામે રહેતા 94 વર્ષીય લીલાવતીબેન લખાણીની મુલાકાત લીધી હતી. આ તકે આપના નેતા ઇસુદાન સાથે વૃધ્ધાએ ગાંધીજી સાથેની ભૂતકાળની વાતો વાગોળી હતી.તેમજ માતાજીની છબી પણ ભેટ આપી હતી.

“આપ”ના નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાના રાવલ ગામે રહેતા 94 વર્ષીય લીલાવતીબેન લાખાણી નામના વૃધ્ધાના આગ્રહને માન આપી મુલાકાત કરી હતી.પત્રકારત્વ કરતી વેળાએ આપેલું વચન પાળ્યું હતું. નોંધનીય છે કે લીલાવતીબેન લખાણી ગાંધીજીના નજીકી કાર્યકર હતા.રાજનીતિમાં આવ્યા બાદ પણ સરળતા સાથે ઈસુદાન ગઢવીએ વૃદ્ધ મહિલા તેમજ પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ તકે લીલાવતીબેને ગાંધીજી સાથેની ભૂતકાળની વાતો કરી હતી અને ઇસુદાન ગઢવીને માતાજીની છબી ભેટ પણ આપી હતી.મુલાકાત દરમ્યાન નેતા ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા.