ભાણવડ તાલુકામાં રવિવારે પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર દેશના ઝૂંપડપટ્ટી, વાડી વિસ્તાર, નેશ વિસ્તાર, ખાણ વિસ્તાર , જંગલના અતિ દૂર્ગમ વિસ્તાર, દરિયાના ટાપુઓ અને પર્વતો પર જઈને પણ પોલિયો રસીકરણ “દો બુંદ જીદગી કે”ની કામગીરી કરવામાં આવી રહી છે.

પોલીયો વાયરસ ફરી પ્રવેશ ન કરે તે માટે પોલીયો અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના ભાણવડ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંચ વર્ષ સુધીના આશરે 15,200 જેટલા બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે.

આ સઘન પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકામાં કે આંગણવાડી, શિક્ષણ, મહેસુલ અને સિંચાઈ જેવા વિભાગના સહકારથી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ 67 જેટલા બુથ કાર્યરત કરવામાં આવનાર છે.

આ અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાને આગામી રવિવાર તા. 27મી ના રોજ પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવા ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે.