દ્વારકા જગતમંદિરમાં મહિલાનું ખોવાયેલ પર્સ શોધી પરત આપતી પોલીસ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિરમાં દર્શનાર્થી મહિલાનું રોકડ અને આધાર કાર્ડ સાથેનું પર્સ ખોવાયેલ ગયેલ જતા પોલીસે ત્વરિત કામગીરી કરી પર્સ શોધી મહિલાને પરત અપાવ્યું હતું.

પશ્ચિમ બંગાળના દિપીકાબહેન પંડીતજી બટાચાર્ય દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમનું રોકડ રૂ. 2000 અને આધાર કાર્ડ સહિતનું પર્સ ગુમ થઇ ગયું હતું. આથી, તેમને પોલીસને જાણ કરતા પોલીસ તપાસમાં પર્સ મળી આવ્યું હતું. પોલીસે પર્સના માલિક દિપીકાબહેન હોવાની ખાતરી કરી તેમને પર્સ પરત આપ્યું હતું. આથી, તેમણે પોલીસનો આભાર માન્યો હતો. આ કામગીરી ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. પરમારની સુચના મુજબ પી.એસ.આઈ. રોશીયા સહિતના પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી