ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં શનિવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાના અને ગરીબ પરિવારોને સ્વરોજગારી માટે સહાયરૂપ બનવા અને તેમની જનસુખાકારીમાં વધારે થાય તે માટે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી શનિવાર તારીખ 26મીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા અને અધિક કલેક્ટર કે.એમ. જાની તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાની ઉપસ્થિતિમાં સવારે આઠ વાગ્યે યોજવામાં આવેલા આ ગરીબ કલ્યાણ મેળામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ 16,053 લાભાર્થીઓ તથા શહેરી વિસ્તારના 7,803 લાભાર્થીઓ સહિત જિલ્લાના કુલ 23,856 લાભાર્થીઓને છત્રી-સેડ સાધન સહાય, ઈ-શ્રમ કાર્ડ વિતરણ, જનની સુરક્ષા યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત સહાય, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ટ્રેક્ટર પેમેન્ડ ઓર્ડર, ઘાસચારા બિયારણ કીટ, સરસ્વતી સાધના યોજના, સાત ફેરા સમુહ લગ્ન, કુંવરબાઈનું મામેરુ, માનવ ગરીમા યોજના, દરજી કામ કીટ, બ્યુટી પાર્લર, નિર્ઘુમ ચુલા સહાય યોજના અને લોન સહાય યોજના જેવી સરકારી અનેકવિધ યોજનાઓ લાભ આપવામાં આવશે.