ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બિચમાં વપરાતી ચોરાઉ માટી અંગે આવેદન

આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા પ્રાંત અઘિકારીને રજૂઆત

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બિચમાં વપરાતી ચોરાઉ માટી અંગે આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા પ્રાંત અઘિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

દ્વારકાના હમુસર ગામે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બિચમાં વપરાતી સરકારી ખરાબાની માટી અંગે પુરાવા સાથે આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા પ્રાંત અઘિકારીને આવેદન પત્ર આપવામા આવ્યું હતું. જેમા આમ આદમી પાર્ટીના હોદેદારો મેઘાભા હાથલ જિલ્લા સંગઠ્ઠન મંત્રી, કેશુભા સુમાણી દ્વારકા શહેર પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ જયસુખભાઈ મંડોરા, કાનાભા માણેક તાલુકા પ્રમુખ, દેવેન્દ્ર માણેક તાલુકા સંગઠ્ઠન મંત્રી, સંજય કેર તાલુકા યુવા પ્રમુખ, રામભાઈ છૂછર દ્વારકા શહેર ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.