દ્વારકામાં વ્યાજબી અને સંતોષકારક કારણ વગર વિલંબ અરજી રદ્દ કરતી અદાલત

દ્વારકા : દ્વારકામાં કાનદાસ બાપૂ જગ્યા પાસે આવેલ રહેણાંક મકાન મામલે અદાલતે વ્યાજબી અને સંતોષકારક કારણ વગર વિલંબ થયો હોવાથી અરજી રદ્દ કરવામાં આવી છે.

દ્વારકામાં કાનદાસ બાપૂ જગ્યા પાસે આવેલ રહેણાંક મકાન ડાયાભાઈ મનજીભાઈ ડાભીએ દ્વારકાના આગેવાન વેપારી નટવરલાલ ભીખુભાઈ રૂપારેલીયાને રૂ.૩૦ લાખમાં વેચાણ કરવા કરાર કરેલો હતો. આ કરાર બાદ કરારનું પાલન કરવા ડાયાભાઈ મનજીભાઈ ડાભીએ ઈન્કાર કરેલ હતો. જેથી, નટવરલાલ ભીખુભાઈ રૂપારેલીયાએ જામખંભાળીયાના સીનીયર સીવીલ જજ સમક્ષ કરાર પાલન કરવા દાવો કરેલો હતો. આ દાવો ચાલી જતાં અદાલતે ડાયાભાઈ મનજીભાઈ ડાભીને આદેશ આપેલ કે કરારનું પાલન કરી વેપારી નટવરલાલ ભીખુભાઈ જોગ વેચાણ દસ્તાવેજ કરી આપવા અને કરારનું પાલન કરવા ઠરાવેલ હતું.

આ અદાલતના કુકમ સામે ગુજ. ડાયાભાઈ મનજીભાઈ ડાભીના વારસો પુત્ર મોહન ડાયાભાઈ તથા પુત્રીઓએ દ્વારકાના એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં અપીલ કરેલી અને આ અપીલમાં ચાર વર્ષ વિલંબથી કરેલ હોવાથી વિલંબ માફ કરવા માંગણી કરેલ હતી. આ વિલંબ અરજી સામે નટવરલાલ ભીખુભાઈ રૂપારેલીયાએ વાંધા અરજી રજૂ કરેલ હતી. આ વિલંબ અરજીની સુનાવણી થતાં નટવરલાલ ભીખુભાઈ રૂપારેલીયાના એડવોકેટ કાનુની મુદ્દા ઉઠાવેલ અને રજૂઆત કરેલ કે વિલંબ માફ કરવા માટે વ્યાજબી અને સંતોષકારક કારણો એ પ્રાથમિક શરત છે અને સુપ્રિમ કોર્ટના ચુકાદા રજૂ કરેલ હતા. દ્વારકાના એડીશનલ ડીસ્ટ્રીક્ટ અદાલતે મોહન ડાયાભાઈ ડાભીની વિલંબ માફ કરવાની અરજી રદ્દ કરેલ છે. આ અપીલમાં નટવરલાલ ભીખુભાઈ રૂપારેલીયાના વકીલ એસ.કે.રાચ્છ રોકાયા છે.