કલ્યાણપુર પંથકમાં પાનાં ટિંચતા છ ઈસમો ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના સુયનેસ ગામે સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુયનેસથી કુરંગા તરફ જતા કાચા રસ્તા પર રેલવે ફાટક પાસે એક આસામી વાડીના શેઢે બેસીને ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા જેઠા રામદે ધારાણી, દેવા અજા ચારણ, રાણસી અરજણ વરમલ, ખેરાજ સામરા વિસપરી, સવા અજા ચારણ અને મુરુ નારણ વીસપરી નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખસો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,205 રોકડા તથા અન્ય મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.