યુક્રેનમાં લોકોએ પેટ્રોલ પંપ અને એટીએમ ઉપર લાઈનો લગાવી

ઓછામાં ઓછા 14 દિવસ સુધી ફ્લાઈટો નહિ ઉડી શકે : ભારત પરત ફરવા ઇચ્છતા નાગરિકો માટે મુશ્કેલી

દ્વારકા : રશિયાએ યુદ્ધ છેડી દેતા યુક્રેન દ્વારા તમામ ફ્લાઇટો રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ યુદ્ધની સ્થિતિ જોતા યુક્રેનમાં એટીએમ અને પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી છે.

બીબીસીના અહેવાલો મુજબ યુક્રેન ઉપર હુમલો થતાં યુક્રેનિયન ઍર ટ્રાફિક સર્વિસ દ્વારા દેશની ઍરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે.તેમણે કિવના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2:45 વાગ્યા બાદથી ઊડાન ભરનારી તમામ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લીધો છે.સરકારી આદેશ અનુસાર, ફ્લાઇટ ઓછામાં ઓછા 14 દિવસ સુધી ઊડાન નહીં ભરી શકે.

ગુરુવારની સવારથી રશિયા દ્વારા હુમલા શરૂ કરવામાં આવતા યુક્રેનના નાગરિકો માટે મુશ્કેલીઓ શરૂ થઈ છે. પૂર્વ યુક્રેનમાં બીબીસીના સંવાદદાતા ઑર્લા ગુએરિન મુજબ, સવારથી એટીએમ તેમજ પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે.તેમના જણાવ્યા પ્રમાણે, પૂર્વ યુક્રેનમાં લોકોમાં ભય, અનિશ્ચિતતા અને તણાવ જોવા મળી રહ્યો છે.