જામ કલ્યાણપુરના ખીજદડમાં સ્વજનની પુણતિથિએ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

દ્વારકા : સ્વજનની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે વિનામૂલ્યે બ્લડ ડોનેશન કેમ્પ,રક્ત તુલા તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જામ કલ્યાણપુર તાલુકના ખીજદડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વ.ખેંગારજી લક્ષ્મણજી જાડેજાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ નવનિર્મિત આશાપુરા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વયંમ સેવક તરીકે સેવા આપનાર સેવકોનું સન્માન સમારોહ સાથે બ્લડ ડોનેસશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૨૨ બોટલ રક્ત એકત્ર થયું હતું.આ સાથે દિલીપસિંહ ચંદ્રસિંહ જાડેજાનું રકતતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિનામુલ્યે નિદાન કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડો.ભરતભાઈ વાનરીયા,બાળ રોગ નિષ્ણાંત ડો.શૈલેશ ભાઈ નકુમ,ચામડીના રોગોના નિષ્ણાંત ડો.પ્રતિકભાઈ પરમાર,કાન-નાક- ગળાના નિષ્ણાંત ડો.ભાવિક ભાઈ ગોસાઈ,આંખના નિષ્ણાંત ડો.અનંતભાઈ પરમાર,હાડકાના નિષ્ણાંત ડો.અમિતભાઈ નકુમ,જનરલ ફીજીસિયનના ડો.સાગરભાઈ ભુત તેમજ ડો.રાજેશભાઈ ઠક્કર,દાંતના નિષ્ણાંત ડો.કિશનભાઈ કછેટીયા સહીતના નિષ્ણાંત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

વિનામુલ્યે નિદાન કેમ્પ આશાપુરા માતાજીના મંદિર ખાતે ભાઈઓ માટે સવારે ૮ થી ૧૦ વાગ્યાસુધી તેમજ બહેનો માટે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો હતો.તથા સાથે સાંજે ૫ વાગ્યે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું