ખંભાળિયા પંથકમાં મસીનું આક્રમણ: વાહનચાલકો હાલાકીમાં મુકાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં આજે સવારથી ઝીણી જીવાતનો ઉપદ્રવ વધતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મસી નામની આ ઉડતી જીવાતથી ખાસ કરીને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે સવારથી મોડે સુધી વાતાવરણમાં ઉડતી મસી વાહનમાં જતા તથા ચાલીને જતા લોકોના આંખમાં તથા શરીર પર અને કપડાં પર બાઝી જતા નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.