મુક પશુઓની સેવા કરતા ભાણવડના એનીમલ લવર્સ ગ્રુપનું સન્માન કરાયું

સત્યમ સેવા સમિતિ દ્વારા કાર્યકરોને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં કાર્યરત એવી એનિમલ લવર્સ ગ્રુપ નામની સેવા સંસ્થાના યુવાઓ-કાર્યકરો દ્વારા આ પંથકના ગૌવંશ તેમજ મૂંગા પ્રાણીઓ ઉપરાંત ખાસ કરીને સાપની સેવા તેમજ રેસ્ક્યુ અંગેની કામગીરી કરવામાં આવે છે.

આ સંસ્થાના કાર્યકરોની માનવતાવાદી પ્રવૃત્તિની નોંધ લઇ અને ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સત્યમ સેવા સમિતિના દિલીપભાઈ સોની વિગેરે સ્વયંસેવકોએ ભાણવડ જઈને આ સંસ્થાના એ.આર. ભટ્ટને સન્માનપત્ર આપી, જીવદયાની પ્રવૃત્તિ બદલ સન્માન કર્યું હતું.