ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

(કુંજન રાડિયા)ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નવીફોટ ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ પિંડારિયા નામના યુવાનને આ જ ગામના સંજય ખીમાભાઈ પિંડારિયા, કેસુર ખીમાભાઈ પિંડારિયા તથા કંટોલિયા ગામના પરબત મુરુભાઈ ભોચીયા નામના ત્રણ શખ્સોએ વંડી ચણવા બાબતે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા લાકડી અને ઈંટના ઘા ફટકારી ફરિયાદી બાબુભાઈ તથા સાહેદ પુંજાભાઈ પિંડારિયા અને તેમના દીકરા લખમણભાઈને પણ માર મારી ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.