મોરબીના DILRની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી

દ્વારકા : મોરબીના ડી.આઇ.એલ.આર.ની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી નિમણુંક આપવામાં આવી છે.

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના સામાન્ય રાજ્ય સેવાના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર, વર્ગ-૨ (District Inspector Land Records, Class-II) સંવર્ગના 18 અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના ડી.આઇ.એલ.આર. એન. કે. પટેલની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.