ખંભાળિયા સહિત જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા

જુગાર રમતા ચાર મહિલાઓ સહિત ચૌદ ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના અજમેર પીરની ટેકરી પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા અસલમ ઈબ્રાહીમ ભીખલાણી, રામ પબુ રૂડાચ, શબીર ઉમર શેખ અને અલારખા અકબર શેખ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 12,450 રોકડા તથા રૂપિયા 15,500ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ 27,950 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળિયા તાલુકાના દખણાદાબારા ગામે સલાયા મરીન પોલીસે રાત્રે બાર વાગ્યે પાડેલા જુગારના દરોડામાં એક મંદિર પાસે બેસી અને સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા લખુભા ટપુભા જાડેજા, જગદીશસિંહ ખુમાનસિંહ જાડેજા, કિરીટસિંહ ઉર્ફે ગગો ભીખુભા જાડેજા, અનોપસિંહ પ્રાગજી જાડેજા અને વિજયસિંહ કેશરજી જાડેજા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 11,130 રોકડા અને રૂપિયા 5,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,630 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા ઈનાજ ઈસ્માઈલ ઘુઘા, અમીનાબેન જુમા ઘુઘા, નસીમાબેન હુશેન ઘુઘા, સબાનાબેન હુસેન ફકીર અને હીરીબેન ડાયાભાઈ કદાવલા નામના પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 1,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.